Parko Bharoso Dil ma Nav rakhiye Lyrics
Shri Narayan Swami Bapu
અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, પારકો ભરોસો રે દિલમાં નવ રાખીએ રે હોજી
નેવાં તારા નમીયાં, હેજી ભીંત્યું ગળવા લાગીયું રે હોજી;
ગળવા લાગી મંદિરીયાની પછીત, પારકો ભરોસો રે દિલમાં નવ રાખીએ રે હોજી
નવ કેરી નગરી કાયામાં, હેજી સાંયા તોરી ખૂબ બની રે હોજી;
અવળા સવળા મણિયારે માંડ્યા છે હાટ, પારકો ભરોસો રે દિલમાં નવ રાખીએ રે હોજી
આ કાયામાંથી હંસો રાજા હાલ્યો, હેજી પાંજર એનાં પડ્યા મેલી રે હોજી;
એ તો મેલી હાલ્યો સરોવરીયાની રે પાસ, પારકો ભરોસો રે દિલમાં નવ રાખીએ રે હોજી
ગુરુના પ્રતાપે હે "જેઠીરામ" બોલીયા રે હોજી;
હેજી જેઠીરામ ગત્ ગંગાનાં છે દાસ, પારકો ભરોસો રે દિલમાં નવ રાખીએ રે હોજી
#BhajanVANI



Comments
Post a Comment