એવા રસીલા નૈન વીણ, બીજે હ્નદય ઘવાય ક્યાં Lyrics | BhajanVANI



એવા રસીલા નૈન વીણ, બીજે હ્નદય ઘવાય ક્યાં;
ઋણી બનીને આપના, બીજે હવે જવાય ક્યાં

અરે જો જો અમારી પ્રિતડી, તમે અંત સુધી નિભાવજો;
દ્વાર તમારું છોડીને ,દિવાના દિલડાં જાય ક્યાં

પ્યાસી તમારાં પ્રેમનાં, આવી ઊભાં છે બારણે;
પ્રેમ સૂરા વિણ હે સનમ, પ્યાસી હ્નદય ધરાય ક્યાં

તારો મારા હ્નદયમાં વાસ છે, એનો સર્વ સ્થળે પ્રકાશ છે;
ગેબી અવાજ થાય છે, દ્વારે દ્વારે અથડાય ક્યાં

જોયું જગે ફરી ફરી, પાસે મળ્યાં છો શ્રીહરિ;
જ્ઞાની ગુરુ મળ્યાં વિના, "સત્તાર" યોગ થાય ક્યાં

શ્રી નારાયણ સ્વામી બાપુ | શ્રી લક્ષ્મણ બારોટ


Eva Rasila Nain Vin Bije Hrday Ghavay Kyan

Runi Bani NE Aapna Bije have javaay kyan

by Shri Narayan Swami Bapu & Shri Laxman Barot

FOLLOW US ON:

  

Comments