ગમારની સાખીઓ || Bhajan VANI || Gamar Ni Sakhi

નીર અપરાધી જીવનો, શોખથી કરે શિકાર;
ત્રાસ નહીં ઈશ્વર તણો, એ પણ એક ગમાર.

બુરા હાલ બદલી ગયા, સુખ પામ્યો સંસાર;
દીન દુખિયાને વિસરી ગયો,એ પણ એક ગમાર.

કામ નહીં ઉત્તમ કરે, અને અતિ રાખે અહંકાર;
કહ્યું કરે નહીં કોઇનું, એ પણ એક ગમાર.

ભાઈબંધની એક ભૂલનો, ધોખો કરે ધરાર;
કાયમ જ્યાં ત્યાં ગાયા કરે,એ પણ એક ગમાર.

કામ બગાડી પોતાનાં ઘર તણું, અને આંટા દિયે અપાર;
કરજ કરી કીર્તી કરે,એ પણ એક ગમાર.

ભેંસ ગાયને ભાવથી આપે નહીં આહાર;
પછી દૂધ માટે દોટું દિયે,એ પણ એક ગમાર.

મનુષ્ય દેહ મળ્યા છતાં, જો ભજ્યા નહીં કિરતાર;
અફીણથી પ્રીતી કરે,એ પણ એક ગમાર.

માને મનમાં માનવી,જે દારૂને દિલદાર;
પ્યાલી પીધા પછી પરવશ બને,એ પણ એક ગમાર.

ખુશામતી ને લાલચું, જેને પૈસાથી જ હોય પ્યાર;
એવો કવિજન ફૂડો હોય તો,એ પણ એક ગમાર.

દર્દીની દરકાર નહીં, એકલા પૈસા લેવામાં જ પ્યાર;
વૈધ જો હોય લોભિયો,એ પણ એક ગમાર.

સાંતી સાંધો નહીં, અને ખડ ખેતરમાં અપાર;
આ ખાતર ખેડૂત જો વેંચતો,એ પણ એક ગમાર.

ન્યાયનાં આસને બેઠા પછી, જો ન્યાયનો કરનાર;
કરે પક્ષ જો કોઇ એકનો,એ પણ એક ગમાર.

વહીવટ કરતાં વિશ્વમાં, અને થાય જો બેદરકાર;
તો તો કાગળીયા લંબાવ્યા કરે,એ પણ એક ગમાર.
#BhajanVANI


FOLLOW US ON YOUTUBEYOU TUBE

Comments