શાને કરે છે વિલાપ કાયારાણી || Bhajan VANI || Kayarani no vilaap


શાને કરે છે વિલાપ કાયારાણી,શાને કરે છે વિલાપ રે;
તારે ને મારે હવે કાંઈ નથી,કાયારાણી રે એમ જીવરાજા કહે છે.

ઘણાં દિવસનો ઘરવાસ આપણે,ઘણાં દિવસનો ઘરવાસ રે;
હવે મૂકી ન જાઓ મને એકલી, જીવરાજા રેં એમ કાયારાણી કહે છે

મમતા મૂકી દે માંહ્યલી, હવે અંતરથી છોડી દે તું આશ રે;
રજા નથી મારા રામની,કાયારાણી રે એમ જીવરાજા કહે છે.

અઘોર વનની માંહ્ય જીવરાજા અઘોર વનની માંહ્ય રે;
મૂકી ન જાઓ મને એકલી, જીવરાજા રેં એમ કાયારાણી કહે છે

શાને કરે છે વિલાપ કાયારાણી,શાને કરે છે વિલાપ રે;
ઓચિંતાનાં મુકામ આવીયા,કાયારાણી રે એમ જીવરાજા કહે છે

ક્યારે થશે હવે મિલાપ આપણો,ક્યારે થશે મિલાપ રે;
વચન દઈને સિધાવજો, જીવરાજા રેં એમ કાયારાણી કહે છે

હતી ભાડૂતી વેલ કાયારાણી હતી ભાડૂતી વેલ રે;
આ તો લેણદેણનાં સબંધ છે,કાયારાણી રે એમ જીવરાજા કહે છે

હવે દૂર નથી મુકામ આપણો ,દૂર નથી મુકામ આપણો રે;
મને આટલે પહોંચાડીને સિધાવજો, જીવરાજા રેં એમ કાયારાણી કહે છે

હવે છેલ્લા રામ રામ જીવરાજા છેલ્લા રામ રામ રે;
જાવું ધણીનાં દરબારમાં જીવરાજા રેં એમ કાયારાણી કહે છે

"પુરુષોત્તમ"નાં સ્વામી શામળા, ભક્તો તણાં રખવાળ રે;
સાચા સગા છે ઈ સર્વનાં કાયારાણી રે એમ જીવરાજા કહે છે
#BhajanVANI

FOLLOW US ON YOUTUBEYOU TUBE

Comments