પાટે પધારો ગણપતિ || Bhajan VANI || Pate padharo Ganpati

જમા જાગરણ કુંભ સ્થાપ્યા, મળીયા જતિ અને સતી;
ગરવા પાટે પધારો ગણપતિ
પાટે પધારો ગણપતિ, સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…
નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજાઓ ફરકતી;
ગત ગંગાજી આરાધે દાતા‚ નરનારી એક મતિ.
ગરવા પાટે પધારો ગણપતિ…
વેદ ભણતા બ્રહ્માજી આવ્યા‚ સંગમાં માતા સરસ્વતી;
કૈલાસમાંથી ભોળાનાથ આવ્યા, સંગમાં માતા પાર્વતી.
ગરવા પાટે પધારો ગણપતિ…
તેત્રીસ કોટિ દેવતા આવ્યાં, આવ્યા લક્ષ્મી પતિ;
બાવન વીર ને ચોસઠ જોગણી, આવ્યા હનુમાન જતિ.
ગરવા પાટે પધારો ગણપતિ…
નવનાથ ને સિદ્ધ ચોરાંશી, આવ્યા ગોરખ જતિ;
પોકરણ ગઢથી પીર રામદેવ પધાર્યા, એ તો બાર બીજના ધણી.
ગરવા પાટે પધારો ગણપતિ…
"કેશવ" તમને વિનવે સ્વામી‚ મંગળ કરો મુરતિ;
ધુપ, દીપ અને ઝળહળતી જ્યોતિ, ઉતારૂં આરતી.
ગરવા પાટે પધારો ગણપતિ…


FOLLOW US ON YOUTUBEYOU TUBE

Comments