તમારા હશે એ તમને ભજશે રે ગુરુજી
એમાં આંચ તો ન આવે લગાર રે ગુરુજી મારા
બાવડી ઝાલ્યાની ધણી રે લાજશે
તમારા હશે એ તમને ભજશે રે .......
પ્રહલાદને કારણીયે વાલો મારો પ્રગટયા
માર્યો એણે હરણ્યાકંશ મોટો ભૂપ રે ગુરુજી મારા
તમારા હશે એ તમને ભજશે રે .....
એવા દ્રૌંપદીને કારણીયે વાલો મારો પ્રગટયા
એવા નવસો નવાણુ ચીર એને પૂરિયા
એ દ્રૌંપદીને તમારી દાસી કરીને જાણો રે પરબનાં પીર
બાવડી ઝાલ્યાની ધણી રે લાજશે.........
એવા સૂઈ શું રહ્યા રે, સુખ પલમાં રે
તમે જાગી નવ જોયું રે લગાર રે પરબનાં પીર
તમારા હશે એ તમને ભજશે રે .....
ગરવા દેવાંગી પ્રતાપે 'અમરમા' બોલીયા રે
દેજો તમારા ચરણોમાં વાસ રે સદગુરુજી મારા
તમારા હશે એ તમને ભજશે રે ......
Comments
Post a Comment