આવો નવલાખ લોબડીયાળી || Bhajan VANI || Avo Navlakh Lobadiyali


આવો નવલાખ લોબડીયાળી, આવોને ભેડિયાવાળી
તારા બાળુડા રે બોલાવે, હવે તમે આવો વીશભુજાળી
તારા બાળુડા રે બોલાવે, હવે તમે આવો ને બિરદાળી

કોઇને લાલ લોબડીયું, કોઈને કાંધે રે કામળીયું;
માડી અસુરને રે સંહારવા, આઇ મા ત્રિશુળ લઈને દોડીયું

સાતે બહેનું સામટિયું, મામડીયાની ધીયડીયું (દીકરીયું);
અમારી ધાહ રે સૂણીને, દોડ જે આવીને ધામડીયે

સિંહ ને બળદીયો સાથે જોડી, ગાડું રે હંકારીયું;
એને સૌ કોઈ જોઈને બોલ્યા, આવી હોય ચારણની દીકરીયું

પાટ ને પીઠડ આઇનાં, પૂજાય છે લાકડિયું;
પ્રગટ પરચા મેં તો ભાળ્યા, આયલમા દેવી રે દાનીયું

કળિયુગથી કંટાળી ગઈયું, નીંદરમાં ઘેરાણીયું;
વાર કરવા હવે આયલ, દોડજે વીશભુજાળીયું

દીવડાની જ્યોતું ઝળહળે, ઉતરે છે આરતીયું;
"ભરત" કવિ એમ વીનવે, માતાજી સુણજે રે સાદડિયું
#BhajanVANI

Avo Navlakh Lobadiyali
FOLLOW US ON YOUTUBEYOU TUBE

Comments