અવરેલી વારે આવો નવલાખ ભેળી લાવો || Bhajan VANI || Avreli Vare Avo

અવરેલી વારે આવો, નવલાખ ભેળી લાવો
ભૂતડિયાને ભગાડો મા મોગલ માડી
અવઢોળની છે આંટી, છોડાવા થા ને માટી મા મોગલ માડી

મેળો છે મા ને વ્હાલો, નમીને આઇને હાલો;
આયલનાં વેણે હાલો મા મોગલ માડી
અવઢોળની છે આંટી, છોડાવા થા ને માટી મા મોગલ માડી

માડી ચૌદ ભુવનમાં રહેતી, ઉંડણમાં આભ લેતી;
છોરુડાને ખમ્મા કહેતી મા મોગલ માડી
લળી લળી પાય લાગું, હે દયાળી દયા માંગુ મા મોગલ માડી

માડી ઝાંઝ પખાજ વાગે, ઘેરા ત્રંબાળુ ગાજે;
વિરાન હાક વાગે મા મોગલ માડી
અવઢોળની છે આંટી, છોડાવા થા ને માટી મા મોગલ માડી

હે અમારે આંગણ રમવા, તારણ ભૂતાને ડમવા
દેતા જબ્બર ને જમવા મા મોગલ માડી
અવઢોળની છે આંટી, છોડાવા થા ને માટી મા મોગલ માડી
#BhajanVANI
Avreli Vare Avo Navlakh Bheli lavo mogal maadi
FOLLOW US ON YOUTUBEYOU TUBE

Comments