સોનલ મા આભ કપાળી || BhajanVANI || Sonal Maa Abh Kapali


કાળી અંધારી કાંઈ સૂઝે નહીં, એવી વર્ણ માથે પડી રાત;
જાગતી જ્યોતું મઢડા ટીંબે, આઈ ઊગી પ્રભાત
લાખ હર લોબડિયાળી, ભજું તુંને ભેડિયાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી

ચારણોનાં સત છૂટવા લાગ્યા, ને પાપે કર્યો પેસાર;
કારવાં સામા કળિયુગ સામે, સિંહ સમો એ હુંકાર
ઊભી આખા જુગ ને ખાળી, પોતાવટ પાળવાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી

મઢડા ટીંબે નોતર્યા માડી, ચારણો શાખ પ્રશાખ;
રજ ઊડી અને આભ ઢંકાણું, એની સૂરજ પૂરે છે શાખ
ઉગમણા ઓરડાવાળી, ભજું તુંને ભેડિયાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી
#BhajanVANI

Sonal MAa Abh Kapali
Bhikhudan gadhavi
FOLLOW US ON YOUTUBEYOU TUBE

Comments

Post a Comment