Taro Re Parcho Bhari Lyrics
Singer : Osman Mir
તારો રે પરચો ભારી, ભૂખ્યા રહે ના ભંડારી
Singer : Osman Mir
તારો રે પરચો ભારી, ભૂખ્યા રહે ના ભંડારી
લંગડાને હાલતાં બનાવ્યા જલા જોગીડા
જોગી જલિયાણ તમારી પ્રેમ ભરી અંખિયા
તારો રે પરચો ભારી...
વીરબાઈનાં માંગા કરવા આવ્યા હતા શ્રીહરિ;
તે'દિ પત્નીનું દાન કરીને હાલ્યો જલા જોગીયા
તારો રે પરચો ભારી...
દાણાની કોઠી તારી અભેરે ભરાણી ભારી;
ભૂખ્યાને ભોજન કરાવી હાલ્યો જલા જોગીયા
તારો રે પરચો ભારી...
તારા દરબારે બાપા દુ:ખિયાઓ આવે ભારી;
દુ:ખિયાનાં દુ:ખડા મટાડે જલા જોગીયા
તારો રે પરચો ભારી...
ભૂતને ડાકણ બાપા પરચાથી ભાગે ભારી;
મરેલા પંખીડાને ઉડાડ્યા જલા જોગીયા
તારો રે પરચો ભારી...



Comments
Post a Comment