Kahe re Bharat Ji Mui Nahi Mata Lyrics
Singer: Shri Laxman Barotકહે રે ભરતજી મૂઈ નહીં માતા
રામ લક્ષ્મણ દોનો વન કૈસે જાતા રે
કહે રે ભરતજી...
જનની તારી જીભ ન ચૂકી;
રાજા દશરથની આયુષ્ય ખૂટી રે
કહે રે ભરતજી...
આ રે અયોધ્યામાં અનર્થ કીધું;
રામ લક્ષ્મણને મા તે ભવ દુ:ખ દીધું રે
કહે રે ભરતજી...
આ રે અયોધ્યામાં અનર્થ થાશે;
રામ લક્ષ્મણ વિના અયોધ્યા કેમ તો રહેવાશે
કહે રે ભરતજી...
કહે "તુલસીદાસ" આશા ૨ઘુવીર કી;
રામ વિના ભરતજી સુમીરન રોવું રે
કહે રે ભરતજી...
#BhajanVANI



Comments
Post a Comment