જે શાંતિ પમાડે એને સંત કહીએ Lyrics | BhajanVANI

Shanti Pamade Tene Sant Kahiye Lyrics
Shri Narayan Swami Bapu & Shri Pranlal Vyas
Jugalbandhi

એના દાસનાં દાસ થઈને રહીએ;
જે શાંતિ પમાડે એને સંત કહીએ

વિદ્યાનું ધન મારા ગુરુજી બતાવે;
પછી માસ્તરનો માર શીદ ખાઈએ
શાંતિ પમાડે...

વૈદની દવા લેવા છતાં રોગ નવ જાવે;
પછી એની તે દવા શીદ લઈએ
શાંતિ પમાડે...

રાજની નોકરી કરવા છતાં ભૂખ ન ભાંગે;
તો એની તે વેઠે શીદ જઈએ
શાંતિ પમાડે...

લીધાં વળાવિયા છતાં ચોર લૂંટે;
એની તે સંગે શીદ જઈએ
શાંતિ પમાડે...

કલ્પ વૃક્ષ સેવીએ અને જો દરિદ્રતા ન જાયે;
તો એની તે છાંયામાં શીદ રહીએ
શાંતિ પમાડે...

"મહેતા નરસિંહ" ની આ સાચી છે વાણી;
શામળાને શરણે જઈએ
શાંતિ પમાડે...
#BhajanVANI

FOLLOW US ON:

  

Comments