વાયક આવ્યા સંતો Lyrics | BhajanVANI

Vachano na Bandhya Kem Rahiye, Vayak Aaviya Lyrics


Singer: Shri Laxman Barot

વાયક આવ્યા સંતો બે જણ ના રે, ત્રીજા કેમ તો જવાય રે
શબ્દોના બાંધ્યા સંતો કેમ રહીયે હાં...

પૂરે પૂરા સાધ અમને કોઈ મળિયા, વાયક આવિયા
હે પંથ રે ઘણો ને જાવું હવે સાવ એકલું, પાળા કેમ તો જવાય રે
આવા વચનો ના બાંધ્યા સંતો કેમ રહીયે હાં...

સોનલા કટારી સતીએ કર લીધી, ઉપાડી નાખી એને પેટ રે
કૂખ રે વધેરી કુંવર જનમીયા, જન્મ્યાં માજમ રાત રે
શબ્દો ના બાંધ્યા....

હીર ની દોરી નો બાંધ્યો હીંચકો, બાંધ્યો આંબા કેરી ડાળ
પવન રે હિંચોળા ધણી નાખશે, રક્ષા કરે દીનોનાથ રે
શબ્દો ના બાંધ્યા....

બેન રે પાડોશણ હું વિનવું, રોતા રાખે નાના બાળ રે
આજ અમારે જાવું રે ધણી ને વાયકે રે, તારા દઇશું જોને જુહાર રે
શબ્દો ના બાંધ્યા....

ત્યાંથી સતી તોરલ ચાલીયા, આવ્યા વનની મોજાર રે
વનમાં વસે રે એક વાંદરી, દીયે જોને મોટેરા ઠેક રે
હે એવા ઉરમાં વળગાડી તારા બચલાં, લાગે જોજે ભૂલથી નહીં ચોટ રે
શબ્દો ના બાંધ્યા....

મારા રે બચલાં મારી ઉરમાં, તોરી રાણી તારા તું સંભાળ
હે એવા કોળિયા અન્ન કેરા એવે કારણે, પુત્ર જોને બાંધ્યો આંબા ડાળ રે
શબ્દો ના બાંધ્યા....

પુત્ર ને સંભારી પાનો ઉપડ્યો, અંગડામાં વ્યાપી એને પીડ રે
એવા કાન રે આડા સતીનાં એણે કર ધર્યા, પડતા છાંડ્યા એણે પ્રાણ રે
શબ્દો ના બાંધ્યા....

ઠાંઠડી ઉપાડી જેસલ ચાલીયા, આવ્યા ધણી કેરે દ્વાર
હેજી સામા રે મહેલ મારા નાથનાં, હે દિપક રચીયા જોને ચાર
શબ્દો ના બાંધ્યા....

ગતમાં ગાંઠડી ઉતારીને, ઊઠો તમે તોરલ દે નાર
હે એવા તમે રે જાગે તે જામો જામશે, ગત માં થાશે જયજયકાર
"સાંસતિયા કાઠી" ની આવી વિનંતી, સુતા જાગો તોરલદે નાર રે
શબ્દો ના બાંધ્યા....
#BhajanVANI

FOLLOW US ON:


  

Comments