જોતાં જણાયું શાંતિ સંતોષમાં મળે છે LYRICS | BhajanVANI



Shri Narayan Swami Bapu | Shri Pranlal Vyas Jugalbandhi
જોતાં જણાયું શાંતિ સંતોષમાં મળે છે;
સંતોષીજન છે સુખીયા, તૃષ્ણામાં શું વળે છે
છે કાયદો કુદરતનો, જેવું વાવો તેવું જ લણશો;
જવ વાવે જવ મળે છે, ઘઉં વાવે ઘઉં ફળે છે
સ્વાર્થી અને પક્ષપાતી, કરતાં કુસંપ ક્લેશો;
પણ જ્ઞાની અને પ્રેમી ભક્તો, સૌમાં હળે મળે છે
સત્કર્મ કરી લે ઓ ભાઈ, આ દુનિયામાં કંઈક કરી લે ભલાઈ;
ટૂંકા જીવનમાં માનવ, દુનિયાને શું છળે છે
"સત્તાર શાહ" સમજો, કુદરતનાં ખેલ ન્યારા;
લખ્યાં લલાટે લેખો, ટાળ્યા નવ ટળે છે
#BhajanVANI
શ્રી નારાયણ સ્વામી બાપુ | શ્રી પ્રાણલાલ વ્યાસ


FOLLOW US ON:

  

Comments